ભારતીય ફિલ્મ ઉદ્યોગના સ્ટાર્સ હૈદરાબાદમાં તેમના લગ્નના રિસેપ્શનમાં રÂશ્મકા મંદન્ના અને વિજય દેવરાકોંડાના નવદંપતીને આશીર્વાદ આપવા માટે ભેગા થયા હતા. અભિનેત્રી નીના ગુપ્તા તેના પતિ વિવેક મહેરા સાથે સમારોહમાં હાજરી આપી હતી. બંનેએ રશ્મિકા અને વિજય સાથે સેલ્ફી લીધી હતી. રસપ્રદ વાત એ છે કે આ ફોટો નીનાની પુત્રી અને ડિઝાઇનર મસાબાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો. મસાબાએ તેની પોસ્ટમાં લખ્યું હતું કે, “તમારા બંને સુંદર અને સ્ટાઇલિશ લોકોને અભિનંદન. તમારું જીવન પ્રેમ, ખુશી અને સારા સ્વાસ્થ્યથી ભરેલું રહે.”
આઇકન ચિરંજીવી ખૂબ જ સ્ટાઇલિશ રીતે સમારોહમાં પહોંચ્યા હતા. નાગાર્જુન અક્કીનેનીએ તેની પત્ની અમલા અક્કીનેની સાથે સ્ટાઇલિશ એન્ટ્રી કરી હતી. નાગાર્જુનના પુત્ર નાગા ચૈતન્ય પણ હાજર હતા. તેલુગુ રોમ્ર્ન્તિક એક્શન-ડ્રામા “ધ ફેમિલી સ્ટાર” માં વિજય સાથે સ્ક્રીન શેર કરનારી અભિનેત્રી મૃણાલ ઠાકુર પણ સમારોહમાં હાજર રહી હતી અને દંપતીને અભિનંદન આપ્યા હતા. તે કાળી સાડીમાં ખૂબ જ સુંદર દેખાતી હતી. ફિલ્મ નિર્માતાઓ કરણ જાહર, હોમી અડાજાનિયા અને દિનેશ વિજાન પણ સમારોહમાં હાજર રહ્યા હતા.
અભિનેતા રાણા દગ્ગુબાતી અને કૃતિ સેનન પણ લગ્નના રિસેપ્શનમાં પહોંચ્યા હતા. કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમાર, બીઆરએસના કાર્યકારી પ્રમુખ કેટી રામા રાવ અને કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડી સહિત અનેક રાજકીય નેતાઓ પણ રશ્મિકા અને વિજયના લગ્નના રિસેપ્શનમાં હાજર રહ્યા હતા. રશ્મિકા મંડન્ના અને વિજય દેવરકોંડાએ ૨૬ ફેબ્રુઆરીએ ઉદયપુરમાં તેમના નજીકના મિત્રો અને પરિવારના સભ્યોની હાજરીમાં લગ્ન કર્યા હતા. લગ્નના થોડા દિવસો પહેલા, આ દંપતીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળ્યા હતા અને તેમના લગ્નનું આમંત્રણ આપ્યું હતું.
રશ્મિકા અને વિજય બંને ફિલ્મ ઉદ્યોગમાં અગ્રણી નામો છે. વિજયે દક્ષિણ ભારતીય સિનેમામાં પોતાનું સ્થાન બનાવ્યું છે. રશ્મિકાએ બોલિવૂડ ફિલ્મોમાં પણ પોતાનું નામ બનાવ્યું છે. બ્લોકબસ્ટર પુષ્પાની હિરોઇન રશ્મિકા મંડન્નાએ પણ બોલિવૂડમાં છવા જેવી બ્લોકબસ્ટર ફિલ્મ આપી છે. રÂશ્મકા અને વિજયની મુલાકાત ૨૦૧૮ માં રિલીઝ થયેલી અને સુપરહિટ ફિલ્મ ગીતા ગોવિંદમના સેટ પર થઈ હતી. ત્યારથી, તેમની મિત્રતા પ્રેમમાં પરિણમી છે. લગભગ ત્રણ વર્ષ સુધી રિલેશનશિપમાં રહ્યા બાદ, તેઓએ લગ્ન કરી લીધા છે.













































