શ્રી બાલાપુર સેવા સહકારી મંડળી લી.ની ૩૭મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી. આ સભામાં મંડળી દ્વારા શેર સભાસદો માટે મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી હતી. મંડળી દ્વારા રૂ. ૭,૪૮,૬૭૩.૫૧ નો નફો નોંધાવવામાં આવ્યો હતો, જેમાંથી સભાસદોને ૧૧ ટકા ડિવિડન્ડ અને સભાસદ ભેટ આપવાની જાહેરાતને કારણે સભાસદોમાં હર્ષની લાગણીઓ અનુભવાઈ હતી. આ સભામાં અ.જી.મ.સ. બેંક લી.માંથી જનરલ મેનેજર એ.બી. કોઠિયા, એડિશનલ જનરલ મેનેજર અશોકભાઈ ગોંડલિયા, મંડળીના પ્રમુખ પરસોતમભાઈ સોજીત્રા, મંત્રી ભાવેશભાઈ ઠુમ્મર તેમજ માવજીંજવા શાખામાંથી મેનેજર કમલેશભાઈ રાખોલિયા, કેશિયર આશિષભાઈ પાઘડાળ, ક્લાર્ક જે.ડી. દવે અને તમામ સ્ટાફ હાજર રહ્યા હતા.