બાબરા પોલીસ સ્ટેશનમાં વર્ષ ૨૦૧૯માં નોંધાયેલા હુમલાના ગુનામાં આરોપી કાનાભાઈ ગોબરભાઈ સાકળીયા અને અન્યને કોર્ટે છોડી મૂક્યા છે. વિગતો મુજબ આરોપીઓ વિરૂધ્ધનો કેસ અમરેલીની સેશન્સ કોર્ટમાં ચાલી ગયો હતો. આરોપીઓને એવી શંકા હતી કે ફરિયાદીને તેમના મામાના દીકરા સુભાષના પત્ની સાથે આડા સંબંધો છે અને તેઓ તેને ફરવા લઈ ગયા હતા. આ મનદુઃખ રાખી આરોપીઓએ તલવાર, લોખંડના પાઈપ અને પથ્થર વડે હુમલો કરી, જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો આક્ષેપ હતો. આ મામલે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. અમરેલીના સેશન્સ જજની કોર્ટમાં આ કેસ ચાલતા નામી કોર્ટે તમામ પુરાવાઓનું ઝીણવટભર્યું મૂલ્યાંકન કર્યું હતું. બચાવ પક્ષના વકીલોની દલીલોને માન્ય રાખીને કોર્ટે તારીખ ૧૨/૦૩/૨૦૨૬ના રોજ આરોપીઓને નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કર્યો છે. આ કેસમાં આરોપીઓ પક્ષે વકીલ જગદિશ બી. ખુમાણ, વિજય કે. સરવૈયા રોકાયેલ હતા. તેમ અમિત ખુમાણ, તુષાર માઘડ અને કેવલ એ. રાઠોડની યાદીમાં આ ચુકાદા અંગે જણાવવામાં આવ્યું છે.










































