બાબરા પંથકમાંથી પોલીસે કેફી પીણું પીને વાહન ચલાવતાં બે ઈસમોને ઝડપી પાડ્યા હતા. મોટા દેવળીયા ગામનો પ્રવિણભાઈ નાનજીભાઈ મકવાણા તથા અમરાપરા મફત પ્લોટ વિસ્તારમાં રહેતા હરેશભાઈ લગરભાઈ ગોહેલ (ઉ.વ.૩૫) કેફી પીણું પીધેલી હાલતમાં વાહન ચલાવતાં ઝડપાયા હતા. પોલીસે બંને વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી કરી હતી. આ સિવાય અમરેલી અને નીંગાળા ગામેથી બે-બે તથા સોઢાપરા ગામેથી એક મળી કુલ પાંચ ઈસમો કેફી પીણું પીધેલી હાલતમાં જાહેરમાં ફરતા મળી આવ્યા હતા.