બાબરા તાલુકાના ખાખરીયા ગામે જિલ્લા કલેકટર વિકલ્પ ભારદ્વાજે ઔપચારિક મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે ગ્રામ પંચાયત, આંગણવાડી કેન્દ્ર, પ્રાથમિક શાળા તેમજ સબ સેન્ટરની મુલાકાત લઈ ત્યાંની કામગીરી અને સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. આ પ્રસંગે પ્રાંત અધિકારી, તાલુકા વિકાસ અધિકારી, પોલીસ ઇન્સ્પેક્ટર તેમજ અન્ય અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. કલેકટરે વિવિધ વિભાગોની કામગીરી અંગે સંતોષ વ્યક્ત કરીને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આ અવસરે ગામના સરપંચ વિપુલભાઈ કાચેલાએ કલેકટરનું શાલ ઓઢાડી તથા પુષ્પગુચ્છ આપી સન્માન કર્યું હતું.