બાબરાના અમરાપરા ગામેથી પોલીસે સાત શકુનીને ઝડપી પાડ્યા હતા. પોલીસે કુલ મળીને ૧૦,૮૪૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. યુવરાજભાઇ રાજેશભાઇ વાઘેલા, સાગરભાઇ હરેશભાઇ વાઘેલા, ગોપાલભાઇ ચનાભાઇ સુસરા, અજયભાઇ અરવીંદભાઇ રાઠોડ, મયુરભાઇ સુરેશભાઇ પરમાર, તુષારભાઇ મુકેશભાઇ ચૌહાણ તથા વિપુલભાઇ કાળુભાઇ રાઠોડ જાહેરમાં લાઇટના અંજવાળે તીનપત્તીનો હારજીતનો પૈસા તથા પાના વડે જુગાર રમતાં રોકડા રૂ.૧૦,૮૪૦ સાથે ઝડપાયા હતા.