બાબરા તાલુકા કાનૂની સેવા સત્તા મંડળના આદેશ અનુસાર બાબરાની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં કાનૂની શિક્ષણ શિબિર સંપન્ન થઈ હતી. આ કાર્યક્રમ અંતર્ગત તાલુકા કુમાર શાળા, કન્યા શાળા, અબ્દુલ કલામ શાળા, હીના સ્કૂલ અને જે.બી.એસ.ટી. ઇંગ્લિશ સ્કૂલના વિદ્યાર્થીઓને તેમના બંધારણીય મૂળભૂત અધિકારો વિશે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. શિબિર દરમિયાન તજજ્ઞો દ્વારા બાળલગ્ન નિવારણ, વ્યસનમુક્તિ અને પોસ્કો એક્ટ જેવા ગંભીર વિષયો પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. આ ઉપરાંત બાળમજૂરી નાબૂદી અને મહિલા હેલ્પલાઇન જેવી સુવિધાઓ અંગે પણ જાગૃતિ ફેલાવવામાં આવી હતી. આ શિબિરનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોને કાનૂની સહાયની પ્રક્રિયા સમજાવી સમાજમાં જવાબદાર નાગરિક તરીકે પ્રસ્થાપિત કરવાનો હતો.