લાઠી-બાબરા પંથકના ધારાસભ્ય જનકભાઈ તળાવીયાના સઘન પ્રયાસોના ફળ સ્વરૂપે, બાબરા તાલુકાના રાયપર અને સુકવડા ગામને જોડતા અગત્યના માર્ગને રિસર્ફેસીંગ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા રૂ. ૧.૩૦ કરોડનો માતબર ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે. રાયપર અને સુકવડા ગામ વચ્ચેનો આ રોડ આસપાસના અનેક ગામો માટે મુખ્ય પરિવહન માર્ગ તરીકે સેવા આપે છે. રોડની ખરાબ સ્થિતિને કારણે ગ્રામજનોને અવરજવરમાં ભારે મુશ્કેલી પડતી હતી. આ સમસ્યા ધારાસભ્ય તળાવીયાના ધ્યાન પર આવતા, તેમણે તાત્કાલિક ધોરણે આ માર્ગને રિસર્ફેસીંગ કરવા માટે રાજ્ય સરકારમાં રજૂઆત કરી હતી. ધારાસભ્ય જનકભાઈ તળાવીયાની રજૂઆતને પગલે માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ રોડના કામ માટે રૂ. ૧.૩૦ કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. ધારાસભ્ય તળાવીયાએ આ અંગે જણાવ્યું હતું કે, “આ રોડનું કામ પૂર્ણ થવાથી રાયપર, સુકવડા અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકોને ઘણો ફાયદો થશે અને તેમનો સમય તથા શ્રમ બચશે.