બાબરા શહેરના ચમારડીના ઝાપા વિસ્તારમાં શાંતિ અને સુરક્ષા જળવાઈ રહે તે હેતુથી સ્થાનિક મિત્ર મંડળ દ્વારા એક પ્રશંસનીય પહેલ કરવામાં આવી છે. વિસ્તારમાં અસામાજિક તત્વોની પજવણી રોકવા અને ખાસ કરીને બહેન-દીકરીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે મુખ્ય પોઈન્ટ્‌સ પર CCTV કેમેરા ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે. આ સુરક્ષા અભિયાનમાં મિત્ર મંડળને આર્થિક સહયોગ અને લોકોનો ઉમદા સાથ મળ્યો હતો. આ કાર્યને સફળ બનાવવા માટે સલીમભાઈ અગવાન, મુનાભાઈ મલકાણ, હારુનભાઈ મેતર, આરીફભાઈ ચાવડા, રિજુભાઈ અને સમીરભાઈ સૈયદ તેમજ સેજાદભાઈ ચોટલિયા સહિતના આગેવાનોએ સક્રિય ભૂમિકા ભજવી હતી. આ ત્રીજી આંખ (CCTV) સક્રિય થવાથી હવે વિસ્તારમાં ગુનાહિત પ્રવૃત્તિઓ પર અંકુશ આવશે, જે બદલ સ્થાનિક રહીશોએ મિત્ર મંડળની કામગીરીને બિરદાવી આભાર વ્યક્ત કર્યો હતો.