બાબરાના ખીજડીયા કોટડા ગામે રહેતી એક યુવતીને તું કેમ તારા મામાને ફોન કરે છે તેમ કહી ઢીકાપાટુનો મુંઢમાર માર્યો હતો. બનાવ અંગે તેજલબેન વાલજીભાઈ માધડ (ઉ.વ.૧૯)એ હંસાબેન નાનજીભાઈ માધડ, અલ્કાબેન નાનજીભાઈ માધડ, કલીબેન નાનજીભાઈ માધડ, જીગાભાઈ નાનજીભાઈ માધડ સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ, તેઓ ઘરે એકલા હતા ત્યારે આરોપી આવી ગાળો આપવા લાગ્યા હતા. તેમજ તું કેમ તારા મામાને ફોન કરે છે કહી ઢીકાપાટુ માર્યા હતા. ઉપરાંત ઈંટ લઈને છાતી ઉપર મારી હતી. બાબરા પોલીસ સ્ટેશનના એએસઆઈ આર.વી. સિંઘવ વધુ તપાસ કરી રહ્યા છે.