બાબરાના કોટડાપીઠા ગામે કૌટુંબિક મહિલાઓ બાખડી હતી અને સામ સામી ફરિયાદ નોંધાવી હતી. રમિલાબેન મુકેશભાઇ મકવાણાએ વિશાલભાઇ જગદિશભાઇ કોચરા, અંજલીબેન જગદિશભાઇ કોચરા, રૂપાબેન વિરાભાઇ મકવાણા સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેઓ અને આરોપી એક જ પરિવારના હતા અને અવાર નવાર ઝઘડાઓ થતા હતા. જેનું મનદુખ રાખી આરોપી વિશાલભાઇએ બોલાચાલી કરીને ગાળો આપી હતી.આરોપી અંજલીબેન તથા રૂપાબેને તેમની સાથે બોલાચાલી કરીને ગાળો આપીને ઝઘડો કરીને ઢીકાપાટુનો મુંઢમાર મારીને જાનથી મારી નાખવાની ધમકી હતી. જે બાદ રૂપાબેન વિરાભાઈ મકવાણાએ રમીલાબેન મુકેશભાઈ મકવાણા સામે ફરિયાદ નોંધાવી હતી.




































