બાબરાના એડવોકેટ રાજુભાઈ બારૈયાની ભારત સરકાર દ્વારા નોટરી તરીકે નિમણૂક થઈ તે બદલ વેલનાથ પ્રગતિ મંડળ દ્વારા તેમનો સન્માન કાર્યક્રમ રાખવામાં આવેલ હતો. આ કાર્યક્રમમાં વિવિધ સમાજના આગેવાનો, મંડળના સભ્યો હાજર રહ્યા હતા અને રાજુભાઈ બારૈયાનુંં સન્માન કરવામાં આવ્યું હતું