બાબરા તાલુકાના ઉટવડ સ્થિત ઉટવડ પ્રાથમિક શાળામાં ૭૭મા પ્રજાસત્તાક પર્વની ભવ્ય અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમની વિશેષતા એ રહી હતી કે, શાળાની દિવ્યાંગ વિદ્યાર્થીની જાનવી દાફડાના હસ્તે ધ્વજ ફરકાવવાની વિધિ સંપન્ન કરવામાં આવી હતી. આ પ્રસંગે બાબરા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ભરતભાઈ બુટાણી કાર્યક્રમના અધ્યક્ષસ્થાને ઉપસ્થિત રહ્યા હતા. ધ્વજવંદન બાદ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ ગીતો, નાટક, અભિનય જેવી સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી.








































