બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડા પ્રધાન બેગમ ખાલિદા ઝિયાનો પાર્થિવ દેહ ઢાકાના ગુલશન સ્થીત ફિરોઝાના નિવાસસ્થાને પહોંચ્યો ત્યારે તેમના પરિવારે અંતિમ શ્રદ્ધાંજલિ આપી. ૮૦ વર્ષની વયે તેમના અવસાન પર દેશ શોક વ્યક્ત કરી રહ્યો છે. ત્રણ વખતના વડા પ્રધાન રહી ચૂકેલા તેમના માનમાં ત્રણ દિવસનો રાજ્ય શોક જાહેર કરવામાં આવ્યો છે. ભારતીય વિદેશ પ્રધાન એસ. જયશંકર અંતિમ સંસ્કારમાં હાજરી આપવા માટે ઢાકા પહોંચ્યા હતાં બાંગ્લાદેશી વચગાળાની સરકારના વડા મુહમ્મદ યુનુસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર એક પોસ્ટમાં આ માહિતી શેર કરી. તેમણે કહ્યું કે ખાલેદા ઝિયાના પાર્થિવ દેહને ફિરોઝા લાવવામાં આવ્યો હતો, જ્યાં તેમના પરિવાર અને સંબંધીઓએ તેમને અંતિમ વિદાય આપી.
બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડા પ્રધાન અને બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટીના વડા, બેગમ ખાલેદા ઝિયાનું મંગળવારે ૮૦ વર્ષની વયે લાંબી બીમારી બાદ ઢાકામાં અવસાન થયું. તેમના મૃત્યુ પછી દેશવ્યાપી શોક છવાઈ ગયો છે. ખાલેદા ઝિયાએ ત્રણ વખત બાંગ્લાદેશના વડા પ્રધાન તરીકે સેવા આપી હતી. દેશના રાજકીય પરિદૃશ્યમાં તેમના અમૂલ્ય યોગદાનને માન આપીને, બાંગ્લાદેશની વચગાળાની સરકારે ત્રણ દિવસનો રાજ્ય શોક અને એક દિવસની રજા જાહેર કરી છે.
ખાલિદા ઝિયાના નિધનના સમાચાર બાદ, આજે ઢાકામાં મોટી સંખ્યામાં લોકો તેમના અંતિમ દર્શન માટે એકઠા થયા હતા. આજે બપોરે ૨ વાગ્યે બાંગ્લાદેશના રાષ્ટ્રીય સંસદ ભવનના માનિક મિયા એવન્યુ, સાઉથ પ્લાઝા ખાતે તેમની અંતિમયાત્રામાં નિકળી હતી આ દરમિયાન ભીડે શ્રદ્ધાંજલિ આપી હતી. જ્યારે ખાલિદા ઝિયાનો પાર્થિવ શરીર ગુલશન વિસ્તારમાં તેમના નિવાસસ્થાન ‘ફિરોઝા’ પર પહોંચ્યો, ત્યારે બીએનપીના કાર્યકારી અધ્યક્ષ અને ખાલિદા ઝિયાના સાળા, તારિક રહેમાન, તેમની માતાને શ્રદ્ધાંજલિ આપતા જોવા મળ્યા. તેઓ હાથમાં પ્રાર્થના પુસ્તક પકડીને શાંતિથી બેઠા હતા.
આ દરમિયાન, ભારતના વિદેશ મંત્રી ડા. એસ. જયશંકર બુધવારે બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડાપ્રધાન બેગમ ખાલિદા ઝિયાના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા માટે ઢાકા પહોંચ્યા હતા. બાંગ્લાદેશમાં ભારતીય હાઈ કમિશનર પ્રણય વર્માએ વિદેશ મંત્રી જયશંકરનું ઢાકા એરપોર્ટ પર સ્વાગત કર્યું હતું.
બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડા પ્રધાન બેગમ ખાલિદા ઝિયાની અંતિમયાત્રા આજે બપોરે ૨ વાગ્યે ઢાકાના માનિક મિયા એવન્યુ પર રાષ્ટ્રીય સંસદ ભવન (સાંસદ ભવન) ના દક્ષિણ પ્લાઝા ખાતે યોજાઇ હતી પ્રાર્થના પછી, ખાલિદા ઝિયાને શેર-એ-બાંગ્લા નગરમાં તેમના પતિ અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ઝિયાઉર રહેમાનની કબર પાસે દફનાવવામાં આવ્યા હતાં . દફનવિધિ પહેલાં, ભારત, પાકિસ્તાન, નેપાળ, ભૂતાન, શ્રીલંકા અને માલદીવ સહિત અનેક દક્ષિણ એશિયાઈ દેશોના વરિષ્ઠ પ્રતિનિધિઓ, જેમાં વિદેશ પ્રધાનો અને ઉચ્ચ અધિકારીઓનો સમાવેશ થાય છે, અંતિમ શ્રદ્ધાંજલિ આપી હતી.









































