આઇસીસી ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૬ ૭ ફેબ્રુઆરીથી શરૂ થવાનો છે, જેમાં ફક્ત થોડા દિવસો બાકી છે. આગામી મેગા ઇવેન્ટમાં બાંગ્લાદેશની ભાગીદારી અંગે પોતાનો અંતિમ નિર્ણય લેશે. દરમિયાન, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ફરી એકવાર પોતાનું વલણ બદલ્યું છે,આઇસીસીને પત્ર મોકલીને ભારતમાં ન રમવાના બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના નિર્ણયને સમર્થન આપ્યું છે.
આઇસીસીએ બોર્ડ મીટિંગ બોલાવી છે.પીસીબીએ બીસીબીના સમર્થનમાં અગાઉ મોકલેલા પત્રની નકલ પણ બોર્ડ મીટિંગમાં હાજરી આપનારા તમામ સભ્ય દેશોને ઇમેઇલ કરી છે. જાકે,પીસીબીના આ ઇમેઇલનો આઇસીસીના વલણ પર કોઈ પ્રભાવ પડતો નથી તેવું માનવામાં આવે છે, કારણ કે તેણે બાંગ્લાદેશને સ્પષ્ટપણે કહ્યું છે કે વર્લ્ડ કપના સમયપત્રકમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં.પીસીબીએ હજુ સુધી આ બાબતે કોઈ જાહેર નિવેદન જારી કર્યું નથી.પીસીબી હાલમાં બાંગ્લાદેશ અંગેઝ્રઝ્ર ના નિર્ણયની રાહ જાઈ રહ્યું છે, જેના પછી તે ટુર્નામેન્ટમાં તેની ભાગીદારી પર પુનર્વિચાર કરશે.
બીસીસીઆઇ દ્વારા આઇપીએલ ૨૦૨૬ સીઝનમાંથી ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહેમાનને બાકાત રાખવાનો નિર્દેશ જારી કર્યા પછી, બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૬ ની મેચો ભારતથી શ્રીલંકા ખસેડવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. દરમિયાન, છેલ્લા ઘણા દિવસોથી બાંગ્લાદેશ સરકાર દ્વારા જારી કરાયેલા નિવેદનોમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે તેની ટીમ મેચ રમવા માટે ભારતનો પ્રવાસ કરશે નહીં.આઇસીસીના વલણને જાતાં, બાંગ્લાદેશને આ મેગા ઇવેન્ટમાંથી ખસી જવાની ફરજ પડી શકે છે, અને તેની જગ્યાએ સ્કોટિશ ટીમનો સમાવેશ કરવાનો નિર્ણય લેવામાં આવી શકે છે.














































