બાંગ્લાદેશની એક કોર્ટે સરકારી આવાસ પ્રોજેક્ટમાં જમીન ફાળવણીમાં કથિત અનિયમિતતાઓ સંબંધિત બે અલગ અલગ ભ્રષ્ટાચારના કેસમાં ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાને ૧૦ વર્ષની જેલની સજા ફટકારી છે.અહેવાલ મુજબ, ઢાકાની સ્પેશિયલ જજ કોર્ટ-૪ ના ન્યાયાધીશ રબીઉલ આલમે હસીનાને કુલ ૧૦ વર્ષની જેલની સજા ફટકારી છે, દરેક ગુના પર પાંચ વર્ષ.
પૂર્બાચલમાં રાજુક ન્યુ ટાઉન પ્રોજેક્ટ હેઠળ પ્લોટ ફાળવણીમાં કથિત ગેરરીતિઓ સંબંધિત કેસોમાં કોર્ટે ૭૮ વર્ષીય હસીના, તેમના ભત્રીજા રદવાન મુજીબ સિદ્દીક અને તેમની ભત્રીજીઓ, ટ્યૂલિપ રિઝવાના સિદ્દીક અને આઝમીના સિદ્દીક અને અન્ય લોકોને સજા ફટકારી હતી. ટ્યૂલિપ સિદ્દીકને ચાર વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી, દરેક ગુનામાં બે વર્ષ. રદવાન મુજીબ સિદ્દીક અને આઝમીના સિદ્દીકને બંને ગુનામાં સાત વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી.
આત્મસમર્પણ કરનારા એકમાત્ર આરોપી મોહમ્મદ ખુર્શીદ આલમને દરેક ગુનામાં એક વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી, કુલ બે વર્ષ. કોર્ટે બધા દોષિત વ્યકિતઓ પર ૧૦૦,૦૦૦ રૂપિયાનો દંડ પણ લાદ્યો હતો, અને જા તેઓ ચૂકવણી કરવામાં નિષ્ફળ જાય તો તેમને વધારાની છ મહિનાની જેલની સજા ભોગવવાનો આદેશ આપ્યો હતો.
દરમિયાન, ગયા નવેમ્બરમાં, બાંગ્લાદેશના આંતરરાષ્ટÙીય ગુના ટ્રિબ્યુનલે વિદ્યાર્થી બળવા દરમિયાન માનવતા વિરુદ્ધના ગુનાઓ માટે પદભ્રષ્ટ વડા પ્રધાન શેખ હસીના અને તેમના સાથી, ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અસદુઝમાન ખાન કમાલને તેમની ગેરહાજરીમાં મૃત્યુદંડની સજા ફટકારી હતી. વ્યાપક વિરોધ પ્રદર્શનો બાદ ૫ ઓગસ્ટના રોજ બાંગ્લાદેશ છોડ્યા પછી હસીના ભારતમાં રહે છે.