બનાસકાંઠાના વાવ-સુઈગામ હાઈવે પર એક ગમખ્વાર અને હૃદયવિદારક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે.આ અકસ્માતમાં એક ટ્રેક્ટર ચાલક પોતાના જ વાહનના ટાયર નીચે આવી જવાથી કમકમાટીભર્યું મોત નિપજ્યું છે. આ ઘટનાએ આસપાસના વિસ્તારમાં હાહાકાર મચાવી દીધો છે અને માર્ગ સુરક્ષાના મુદ્દા પર ફરી એક વાર પ્રશ્નો ઉભા કર્યો છે.
મળતી માહિતી અનુસાર, આ અકસ્માત વાવ-સુઈગામ હાઈવે પર બપોરના સમયે બન્યો હતો. હાઈવેની સાઈડમાં એક પીકઅપ ડાલું પાર્ક કરેલું હતું, જેમાં કોઈ વ્યક્તિ હાજર નહોતી. આ દરમિયાન, વાવ તાલુકાના ભાખરી ગામના રહેવાસી દિનેશભાઈ પટેલ પોતાનું ટ્રેક્ટર લઈને પુરપાટ ઝડપે આવી રહ્યા હતા. અચાનક ટ્રેક્ટરના સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવી દેતા, તે સીધું જ પાર્ક કરેલા પીકઅપ ડાલા સાથે ધડાકાભેર અથડાયું.
ટક્કરની તીવ્રતા એટલી પ્રચંડ હતી કે ટ્રેક્ટરના ચાલક દિનેશભાઈ ઉછળીને નીચે પડી ગયા. કમનસીબે, તેઓ પોતાના જ ટ્રેક્ટરની ટ્રોલીના ટાયર નીચે આવી ગયા, જેના કારણે તેમને ગંભીર અને જીવલેણ ઈજાઓ થઈ. આસપાસના લોકોએ તરત જ ઘટનાસ્થળે પહોંચીને તેમને બચાવવાના પ્રયાસો કર્યો અને ૧૦૮ એમ્બ્યુલન્સની મદદથી તેમને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. જા કે, હોસ્પિટલ પહોંચતા જ ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યો.આ અકસ્માતના કારણ તરીકે પ્રાથમિક તપાસમાં બેફામ ઝડપ અને વાહન પર કાબૂ ગુમાવવાનું જણાઈ રહ્યું છે. હાઈવે પર વધતા જતા ટ્રાફિક અને પા‹કગની અનિયમિતતા પણ આવી ઘટનાઓને વધારી રહી છે. બનાસકાંઠા જિલ્લામાં આવા અકસ્માતોની સંખ્યા છેલ્લા કેટલાક વર્ષોમાં વધી છે, જેમાં ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોના હાઈવે પર વધુ જાખમ જાવા મળે છે.ઘટનાની જાણ થતા જ વાવ પોલીસ સ્ટેશનનો કાફલો તરત જ હોસ્પિટલ અને ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પીકઅપ ડાલાના ચાલકની ફરિયાદના આધારે પોલીસે અકસ્માતનો ગુનો નોંધી લીધો છે.









































