અમરેલી જિલ્લામાં ખેતમજૂરોની સંખ્યા હોય ત્યારે આ શ્રમિકોને દિવાળી સહિતના તહેવારોમાં વતન જવા માટે વડીયા પંથકના શ્રમિકો ભારે હાલાકી ભોગવી રહ્યાં હતા. જેમાં ખાસ કરીને મધ્યપ્રદેશ, ગોધરા, ફતેપુરા વિસ્તારના લોકો અહીં ખેતીક્ષેત્રે રોજગારી અર્થે આવે છે. આ મુસાફરોની હાલાકીને ધ્યાને રાખી બગસરા ડેપો દ્વારા હાલ બગસરા – વડીયા – ફતેપુરા રૂટની નવી બસ શરુ કરાતા આ ખેતમજૂરોને દિવાળી ભેટ મળી છે. બગસરા, વડીયા, સુલતાનપુર, દેરડી થઇને આ બસ ફતેપુરા રૂટ પર જશે. આ બસ બગસરાથી ૩ઃ૩૦ કલાકે ઉપાડી વડીયા ખાતે ૪ઃ૩૦ કલાકે આવશે. આ રૂટ શરુ થતા વડીયા ખાતે આમ આદમી પાર્ટીના સ્થાનિક નેતાઓ ભીખુભાઇ વોરા, દિલીપભાઈ શીંગાળા સહિતનાઓએ નવો રૂટ શરૂ થતા એસ.ટી.વિભાગને અભિનંદન પાઠવ્યા છે.








































