બગસરા મોટી હવેલીના પ.પૂ.પા.ગો.૧૦૮ શ્રી પ્રભુજી મહારાજશ્રીના ૭૫મા જન્મોત્સવ અમૃત મહોત્સવની ભવ્ય ઉજવણી તા. ૦૭ના રોજ થઈ. આ નિમિત્તે મોટી હવેલીના યુવરાજ પૂ.પા.ગો.ચિ.૧૦૮ શ્રી રાસેશ્વર બાવાશ્રીના માર્ગદર્શન હેઠળ ત્રણ દિવસીય શ્રી વલ્લભ ગુણગાન વ્યાખ્યાન સહિત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જન્મોત્સવના દિવસે મોટી હવેલીમાં ત્રણ પલના દર્શન, માર્કેન્ડય પૂજા, હીંચ કીર્તન અને ૨૫૦૦થી વધુ વૈષ્ણવોએ મહાપ્રસાદ લીધો હતો. સાંજે ગોકુલપરા પટેલ સમાજ વાડી ખાતે વધાઈ અને સત્કાર સમારોહ યોજાયો હતો. જેમાં દેશ-વિદેશથી વૈષ્ણવો, સંતો, મહંતો અને રાજકીય તેમજ સહકારી ક્ષેત્રના અગ્રણીઓએ હાજરી આપી હતી. સહકારી અગ્રણી રશ્વિનભાઈ ડોડીઆએ આ પ્રસંગે વધાઈ આપી હતી.