બગસરાની મેઘાણી હાઈસ્કૂલના શિક્ષક સ્નેહી પરમારે ગાંધીનગરની ચિલ્ડ્રન યુનિવર્સિટી દ્વારા પીએચ.ડી.ની પદવી હાંસલ કરી છે. તેમને ૧ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ આ ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. શિક્ષક પરમારે “બાળ કવિતાની ભાષાઃ એક અભ્યાસ“ વિષય પર સંશોધન કરીને આ સિદ્ધિ મેળવી છે. તેમનું સંશોધન બાળ સાહિત્યમાં ભાષાના મહત્વ પર કેન્દ્રિત હતું. ગાંધીનગરમાં યોજાયેલા ડિગ્રી એનાયત સમારોહમાં ચિલ્ડ્રન યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડો. એ.ટી. જોશી, માર્ગદર્શક પ્રશાંત પટેલ અને સમીક્ષક સંજય મકવાણા ઉપસ્થિત રહ્યા હતા. આ મહાનુભાવોની હાજરીમાં તેમને પદવી એનાયત થતાં શાળા પરિવાર અને બગસરાનું ગૌરવ વધ્યું છે.










































