બગસરામાં નાલંદા શૈક્ષણિક સંકુલમાં તાલુકા કક્ષાની ખો-ખો હરિફાઈ યોજાઈ હતી. જેમાં નાલંદા શૈક્ષણિક સંકુલની કુલ -૬ ટીમે હરિફાઈમાં ભાગ લીધો હતો. જેમાંથી પ ટીમે પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો. આ હરિફાઈમાં અન્ડર -૧૯ વિભાગમાં ભાઈઓ અને બહેનોની ટીમ પ્રથમ ક્રમાંકે, અન્ડર-૧૭ વિભાગમાં પણ ભાઈઓ અને બહેનોની ટીમે પ્રથમ સ્થાન મેળવ્યુ હતું. તથા અન્ડર-૧૪ વિભાગમાં ભાઈઓની ટીમે પ્રથમ ક્રમાંક અને બહેનોની ટીમે દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો. આ સફળતા બદલ શાળાના ટ્રસ્ટીઓ, આચાર્ય અને સ્ટાફગણ, પીટી શિક્ષક રાજુભાઈ ભુવા અને તેમની સમગ્ર ટીમે ખેલૈયાઓને અભિનંદન પાઠવ્યા હતા.