સરદાર પટેલ સોશ્યલ ગ્રુપ, તાલુકા સંગઠન-બગસરા દ્વારા બગસરા તાલુકાના પટેલ સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન કરવા અંગેના કાર્યક્રમનું આયોજન આગામી સપ્ટેમ્બર-૨૦૨૫ દરમિયાન બગસરાના ગોકુલપરા, પટેલવાડી ખાતે કરવામાં આવનાર છે. આ સન્માન સમારોહમાં ભાગ લેવા માટે, ધોરણ-૫ થી ૮ માં ૮૦% (A+) થી વધુ, ધોરણ-૯ થી ૧૦ તથા ધોરણ-૧૨ માં ૭૫% થી વધુ, ધોરણ-૧૨ સાયન્સમાં ૭૦% થી વધુ તેમજ ગ્રેજ્યુએટ તથા પોસ્ટ ગ્રેજ્યુએટમાં ૫૫% થી વધુ ગુણ મેળવેલા હોય તેવા વિદ્યાર્થીઓ અરજી કરી શકશે. આ ઉપરાંત, મેડિકલ તથા એન્જીનીયરીંગ, ફાર્મસી, સી.એ., પી.એચ.ડી. વગેરેમાં ફાઈનલ ડિગ્રી મેળવેલ હોય અને સને ૨૦૨૫ના વર્ષમાં પરીક્ષા પાસ કરેલ હોય તેવા બગસરા તાલુકાના લેઉવા પટેલ સમાજના વિદ્યાર્થીઓ (જેઓ બગસરા તાલુકામાં અભ્યાસ કરતા હોય અથવા બહારગામ અભ્યાસ કરતા હોય) તેમની માર્કશીટની સ્વપ્રમાણિત નકલ પુરા નામ સરનામા તથા મોબાઈલ નંબર સાથે તા. ૬-૮-૨૦૨૫ સુધીમાં નીચેના સરનામે પહોંચતી કરવા શ્રી સરદાર પટેલ સોશ્યલ ગ્રુપના પ્રમુખ પ્રદિપભાઈ નાકરાણીએ તેમની યાદીમાં જણાવ્યું છે. અખબારી યાદીમાં જણાવ્યું છે કે, સરદાર પટેલ સરકારી મંડળી લી. અને સરદાર ભવન, ગોકુલપરા પટેલવાડી પાસે, બગસરા ખાતે માર્કશીટ પહોંચાડવાની રહેશે.