બગસરામાં આવેલી શાળા નં.૪મા વેલેન્ટાઈન ડેની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાળાના બાળકોએ માતા-પિતાની આરતી ઉતારી પોતાના પ્રેમની અભિવ્યક્તિ કરી હતી. વેલેન્ટાઈન ડે પર પશ્વિમી સંસ્કૃતિનો રંગ જામતો જાય છે ત્યારે બગસરાની શાળા નં.૪મા વેલેન્ટાઈન ડેની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. શાળાના બાળકો દ્વારા માતા-પિતાને હારારોપણ કરી આરતી ઉતારી હતી. આરતી સમયે અનેક માતા-પિતાની આંખો ભીંજાઈ હતી. બાળકોએ માતા-પિતાને પગે લાગી આર્શીવાદ મેળવ્યા હતા. આ અનોખા ઉત્સવમાં ધારાસભ્ય જે.વી.કાકડીયા, શહેર ભાજપ મહામંત્રી, મનોજ મહીડા સહિતના આગેવાનો ખાસ હાજર રહ્યાં હતા અને આવા કાર્યક્રમો યોજવા બદલ શાળાના આચાર્ય દર્શન ઠાકરને અભિનંદન પાઠવ્યા હતા. આ તકે સી.કે.પારેખ ટ્રસ્ટ-અમદાવાદના પ્રમુખ ઉપેન્દ્ર પારેખ ખાસ હાજર રહ્યા હતા અને બાળકો સાથે રસીયા રમી બાળકોને આનંદ કરાવ્યો હતો.