જુના સ્વામિનારાયણ મંદિર બગસરાના આયોજન હેઠળ રાજ્યના તમામ ગૌશાળા સંચાલકોની એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. બગસરા શહેરના જુના સ્વામિનારાયણ મંદિરના નેજા હેઠળ સમગ્ર રાજ્યમાં ગાયોને બચાવવા માટે એક અભિયાનના ભાગરૂપે કાર્યક્રમ ઘડવા માટે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર રાજ્યની ૧૫૦૦ જેટલી ગૌશાળાને નિમંત્રણ મોકલવામાં આવ્યું હતું. જે પૈકી ૬૦થી વધારે ગૌશાળાના સંચાલકો હાજર રહ્યા હતા. આ ઉપરાંત આ મીટિંગમાં એનિમલ વેલ્ફેર બોર્ડના ચેરમેન દિલીપભાઈ શાહ, ખોડલધામના નરેશભાઈ પટેલ, સદભાવના
વૃદ્ધાશ્રમના વિજયભાઈ ડોબરીયા, સતાધાર ધામના મહંત વિજયબાપુ, સરિતા ગીર સંવર્ધન કેન્દ્રના ધર્મેન્દ્રભાઈ કારાવદરા, ગોપાલભાઈ સુતરીયા, પરેશભાઈ ગોસ્વામી, રાજનભાઈ જાદવ તેમજ અનેક સાધુ સંતો સહિતના ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતમાં લોકોને સારુ સ્વાસ્થ્ય આપવામાં ગાય કઈ રીતે ઉપયોગી થઈ શકે તેની માહિતી આપવામાં આવી હતી.