બગસરામાં રત્નકલાકારને આજે તો તને પતાવી દેવો છે કહી છરી મારી આંતરડા બહાર કાઢી નાંખ્યા હતા. ઉપરાંત જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ અંગે દીપભાઇ રમેશભાઇ ઉનાવા (ઉ.વ.૨૦) એ વસીમ ઇકબાલભાઈ શાહમદાર, અલ્ફેસભાઇ ઈકબાલભાઈ શાહમદાર, અરમાન ઈકબાલભાઇ શાહમદાર, ઈકબાલશા ભીખુશા શાહમદાર તથા ઈકબાલશાના પત્ની સામે ફરિયાદ નોંધાવી હતી. તેમને વસીમ ઈકબાલભાઈ શાહમદાર તથા તેના પરિવાર સાથે આશરે બે એક વર્ષ પહેલા મારામારીનો ઝઘડો થયો હતો. જેની તેણે પોલીસ ફરીયાદ કરી હતી. તેનું જુનું મનદુઃખ રાખી આરોપીએ તેમને છરી બતાવી ગાળો આપી માર માર્યો હતો. જે બાદ તેઓ તથા સાહેદ હીરેન, સુઝલ તથા હર્ષદ સાથે મળીને આરોપીના ઘરે ઠપકો દેવા જતા તમામે એકસંપ તેમને આજ તો આને પતાવી દેવો છે તેમ કહી હાથમાં રહેલ છરી વડે જાનથી મારી નાખવાના ઇરાદે એક ઘા પેટની ડાબી બાજુના ભાગે મારી આંતરડા બહાર કાઢી ગંભીર ઇજા કરી હતી. આ દરમિયાન તેમને બચાવવા સાહેદ બિમલબેન આવતા તેને પણ વાસાના પાછળના ભાગે છરી મારી ઇજા કરી હતી. તેમજ સાહેદ જયદીપભાઇને પણ વાસાના પાછળના ભાગે છરી મારી ઇજા કરી હતી.