બગસરામાં મહાશિવરાત્રીના પાવન પ્રસંગે હિન્દુ સમાજ અને સનાતન ગ્રુપ દ્વારા ત્રિપાલખી શોભાયાત્રા નીકળી હતી. આ શોભાયાત્રામાં ખૂબ જ મોટી સંખ્યામાં હિન્દુ સમાજ જોડાયો હતો. દર વર્ષની જેમ આ વર્ષે પણ હિન્દુ સમાજ અને સનાતન ગ્રુપ દ્વારા ભવ્ય ત્રિપાલખી શોભાયાત્રા કાઢવામાં આવી હતી. બપોરના ત્રણ કલાકે રત્નેશ્વર મહાદેવના મંદિરથી નીકળેલી આ શોભાયાત્રા બગેશ્વર મંદિર થઈ શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી. આ શોભાયાત્રામાં ઢોલ નગારા અને ડમરુના તાલે ભાવિકો ઝૂમી ઊઠ્યા હતા અને હર હર મહાદેવના અવાજથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું. આ શોભાયાત્રા વાંઝા જ્ઞાતિના પાર્ટી પ્લોટમાં સમાપન પૂર્વે ભસ્મ આરતી કરવામાં આવી હતી. આ ભસ્મ આરતીમાં બગસરા શહેર તેમજ આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા.







































