બગસરા સમસ્ત રઘુવંશી પરિવાર દ્વારા પછાત વિસ્તારોમાં પ.પૂ.શ્રી જલારામબાપાની ૧૪૫મી પુણ્યતિથિ નિમિતે લોહાણા મહાજન અને રઘુવીર સેનાએ શુક્રવારના રોજ ૬૫૦ થી વધુ ફૂડ પેકેટ વિતરણ કરવામાં આવ્યા હતા. આ તકે બગસરા શ્રી લોહાણા મહાજનના ટ્રસ્ટી વિજયભાઈ ખીરૈયા, કિરીટભાઈ જીવાણી તેમજ રઘુવીર સેનાના ચંદ્રેશ સૂચક,વૈભવ મસરાણી તેમજ લોહણા મહાજન વાડીના મહેતાજી અતુલભાઈ સેજપાલે હાજર રહી ફૂડ પેકેટ વિતરણ કર્યા હતા.