બગસરામાં કાલે શિવ બાબા માનવ સેવા ગૃપ દ્વારા ભવ્ય રક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું છે.ઠાકોરજીની અસીમ કૃપાથી બગસરા શહેરમાં આજે સવારે ૮/૦૦ થી બપોરના ૧ઃ૦૦ વાગ્યા સુધી સાંકેતવાસી હરિલાલ પ્રેમશંકરભાઈ વ્યાસ મામાના સ્મરણાંથે વિમલબેન હરિલાલ વ્યાસ શીતલ આઈસ્ક્રીમ વાળા પરિવારના આર્થિક સહયોગથી શિવ બાબા માનવસેવા ગૃપ બગસરા તથા બાળ કેળવણી મંદિર દ્વારા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અમરેલીના સહયોગથી રક્તદાન કેમ્પનું આયોજન કરેલ છે. જેમાં વધારેમાં વધારે રક્તદાતાઓએ રક્તદાન કરવા આયોજકો તરફથી અપીલ કરવામાં આવેલ છે. રક્તદાન કરવા આવનારને સન્માન પત્ર તથા યાદગીરી રૂપે ભેટ આપવામાં આવશે કેમ્પનું સ્થળ બાળકેળવણી મંદિર પોલીસ સ્ટેશનની બાજુમાં બગસરા મુકામે રાખેલ છે. આ કેમ્પની વધુ માહિતી માટે પંકજભાઈ ગાંગડીયાનો સંપર્ક કરવો જેનો મોબાઈલ નંબર ૯૩ ૨૭ ૫૨ ૬૬ ૯૯ છે.