બગસરાની મેઘાણી હાઈસ્કૂલ ખાતે NCC (આર્મી અને નેવલ વિંગ) ના કેડેટ્સ માટે ‘A’ સર્ટિફિકેટની પરીક્ષાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. બે વર્ષની સઘન તાલીમ અને ATC કેમ્પ પૂર્ણ કર્યા બાદ, આર્મી વિંગના ૧૪૬ અને નેવલ વિંગના ૩૭ કેડેટ્સે આ પરિક્ષા આપી હતી. આ પરીક્ષાનું સંચાલન ૮-બટાલિયન (જુનાગઢ) અને ૭-ગુજરાત (વેરાવળ) દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં મેઘાણી હાઈસ્કૂલ ઉપરાંત ધારી દામાણી સ્કૂલ અને નવોદય વિદ્યાલયના કેડેટ્સ પણ સામેલ થયા હતા. પરીક્ષામાં થીયરી અને પ્રેક્ટિકલ એમ બંને પરિક્ષા આપવામાં આવી હતી. આચાર્ય વી.કે. જેઠવા અને NCC ઓફિસર એમ.ડી.રાઠોડ, પ્રભાતસિંહ પરમાર, ડી.એલ.ચાવડા, સતયેન્દ્ર ચાવડા હાજર રહ્યાં હતા. આ પરિક્ષા ખુબ જ ઉપયોગ છે કેમ કે, કારણ કે આ સર્ટિફિકેટ વિદ્યાર્થીઓને સંરક્ષણ દળો અને અન્ય સરકારી નોકરીઓમાં ખુબજ ઉપયોગી થાય છે.








































