બગસરાની મેઘાણી હાઇસ્કૂલ ખાતે તાલુકા કક્ષાનો કલા મહાકુંભ યોજાયો હતો. આ કલા મહાકુંભમાં ૧૪
કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. બગસરા પાલિકા પ્રમુખ પ્રતિનિધિ એ.વી. રીબડીયાએ દીપ પ્રાગટ્ય કરી કલા મહાકુંભને ખુલ્લો મુક્યો હતો. તાલુકા કક્ષાના આ કલા મહાકુંભમાં ૧૪ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી તેમજ ૨૬ શાળાઓના ૩૨૨ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ સમગ્ર આયોજન મેઘાણી હાઇસ્કૂલ દ્વારા કરવામાં આવ્યું હતું. કન્વીનર તરીકે મેઘાણી હાઈસ્કૂલના આચાર્ય વિનોદ જેઠવા રહ્યા હતા જ્યારે સમગ્ર કાર્યક્રમ સ્નેહી પરમારના માર્ગદર્શન નીચે યોજવામાં આવ્યો હતો.