બગસરાના સુડાવડ ગામેથી સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતાં ૮ ઈસમો ઝડપાયા હતા. તેમની પાસેથી રોકડા રૂ. ૧૫,૧૧૦નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. લાલભાઇ ઉફૅ મુન્ના ભીખુભાઇ ઇટોલીયા, કિશોરભાઇ ધીરૂભાઈ ઇટોલીયા, રાજુભાઈ બાવભાઈ સાવલીયા, કાળુભાઈ માધાભાઈ કિકાણી, ભકિતરામભાઈ શાંતીભાઈ દાણીભાણીયા, વિવેકભાઈ હિમતભાઈ કુકવાવા, ઇમરાનભાઈ સલીમભાઈ તમીમી તથા જયંતીભાઇ ધીરૂભાઇ રાદડીયા સુડાવડ ગામે ખુલ્લી જગ્યામાં સ્ટ્રીટ લાઇટના અંજવાળે જાહેરમા ગંજીપત્તાના પાના તથા પૈસા વડે તીનપતી નામનો હારજીતનો જુગાર રમતા રોકડા રૂ.૧૫,૧૧૦ સાથે ઝડપાયા હતા.