બગસરા તાલુકાના મોટા મુંજીયાસર ગામની સીમ વિસ્તારમાં ગુરૂવારના રોજ ખેતમજૂરી કરી રહેલા સાવકા પિતાની પુત્રએ નિર્મમ હત્યા કર્યા બાદ નાસી જતા પોલીસે બીજા દિવસે પુત્રને ઝડપી પાડ્‌યો હતો.
બગસરા તાલુકાના મોટા મુંજીયાસર ગામે કિશોરભાઈ મનજીભાઈ પટોળિયાની વાડીમાં ખેતમજૂરી કામ કરતા રમણ વાલકાભાઈ કટારાને તેની પત્ની સીતા સાથે ચા બનાવવા માટે માથાકૂટ થતાં સીતાનો પુત્ર સુરેશ પણ આવી જતા માથાકૂટ ઉગ્ર બની હતી. જેથી સુરેશે આવેશમાં આવી જઈ તેના સાવકા પિતા રમણના માથામાં લાકડાના ફટકા અને સિમેન્ટનો ચૂલો મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો. સાવકા પિતાની હત્યા કર્યા બાદ સુરેશ નાસી છૂટ્યો હતો જેથી પોલીસે સુરેશને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા. જેમાં શુક્રવારના રોજ આરોપી સુરેશ સીમ વિસ્તારમાંથી ઝડપાઈ જતા પોલીસે તેને પકડી જેલ હવાલે કર્યો હતો.