બગસરના માવજીંજવા ગામની એક યુવતીને ગાળો બોલી ધમકી આપવામાં આવી હતી. મહિલા તેના મિત્ર સાથે રહેતી હોવાથી તેને માર મારવાની પણ ધમકી આપી હતી. બનાવ અંગે મૂળ માવજીંજવા ગામની અને હાલ બગસરામાં રહેતી કિર્તિબેન કાળુભાઈ દાફડા (ઉ.વ.૨૨)એ ખાંભાના ડેડાણ ગામના રહેમાનબેન ફકીર તથા કોડીનારના નાઝમીનબેન હમીદભાઈ બાનવા સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેઓ પોતાના મિત્ર સાથે રહેતા હોય જે બાબતનું મનદુઃખ હતું. જેથી આરોપીએ તેમને ફોન કરી જેમ ફાવે તેમ ગાળો આપી માર મારવાની ધમકી આપી હતી. આઈપીએસ જયવીર ગઢવી વધુ તપાસ કરી રહ્યા છે.