બગદાણાના કોળી સમાજના યુવાન નવનીત બાલધીયા પર થયેલા હુમલામાં જીં્ તપાસ દરમિયાન વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તળાજા તાલુકાના કોડિયા ગામના રહેવાસી દિનેશ ઉર્ફે દાદુ લોમાભાઈ સોલંકીની ધરપકડ કરવામાં આવી છે. આરોપીને ગઈકાલે રાત્રે મેડિકલ ચેકઅપ માટે ભાવનગર લઈ જવામાં આવ્યો હતો.
મહુવા તાલુકાના બગદાણા ગામના કોળી સમાજના યુવાન નવનીત બાલધીયા પર થયેલા હુમલામાં પોલીસે અગાઉ આઠ આરોપીઓની ધરપકડ કરી હતી. ભાવનગર રેન્જ આઇજીએ ઘટનાની તપાસ માટે ૫ જાન્યુઆરીએ એસઆઇટી ટીમની રચના કરી હતી.એસઆઇટી ટીમે અગાઉ ધરપકડ કરાયેલા આઠ આરોપીઓને પૂછપરછ માટે કોર્ટમાંથી કસ્ટડીમાં લીધા હતા.
રિમાન્ડ પર રહેલા આરોપીઓની પૂછપરછ દરમિયાન, એસઆઇટી ટીમે પહેલા કાના ભીખા કામલીયા અને પછી સંજય ચાવડાની ધરપકડ કરી હતી. ગઈકાલે રાત્રે,એસઆઇટીએ આ ઘટનાના સંદર્ભમાં દિનેશ ઉર્ફે દાદુ લોમા સોલંકી નામના અન્ય એક વ્યકિતની ધરપકડ કરી હતી. તેને ગઈકાલે મોડી રાત્રે મેડિકલ ચેકઅપ માટે ભાવનગરની સુરતી હોસ્પિટલ માં લાવવામાં આવ્યો હતો. શરૂઆતના આઠમાં આ ત્રણ ધરપકડો ઉમેરાતાં, જીં્ તપાસમાં હવે કુલ ૧૧ લોકોની ધરપકડ કરવામાં આવી છે.
બગદાણા હુમલાની ઘટનામાં, શરૂઆતમાં આઠ લોકોની ધરપકડ કરવામાં આવી હતી જેમાં નાજુ કામલીયા, રાજુ ભમ્મર, આતુ ભમ્મર, વીરેન્દ્ર પરમાર, સતીશ વનાળીયા, ભાવેશ સેલાળા, વીરુ સઇડા અને પંકજ મેર. ત્યારબાદ, એસઆઇટી ટીમની રચના કરવામાં આવી. એસઆઇટી તપાસમાં કાના ભીખા કામલીયા, ત્યારબાદ સંજય ચાવડા અને ગઈકાલે રાત્રે દિનેશ ઉર્ફે દાદુ લોમા સોલંકીની ધરપકડ કરવામાં આવી.








































