ધારી તાલુકાના સમસ્ત કોળી સમાજ દ્વારા આજે ધારી મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. થોડા દિવસો પહેલા બગદાણા પાસે કોળી સમાજના યુવાન નવનીતભાઈ બાળધિયા ઉપર થયેલા જીવલેણ હુમલાના ઘેરા પ્રત્યાઘાત રાજ્યભરમાં પડ્યા છે. આજે ધારી તાલુકા કોળી સમાજે આ હુમલાના આરોપીઓ સામે સખતમાં સખત કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ કરી હતી. આ આવેદનપત્ર આપવા માટે ધારી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા, આ બનાવમાં ન્યાય મળે તે માટે સમાજમાં ઉગ્ર માંગ ઉઠી છે.







































