બોલીવુડના જાણીતા એક્ટર અને ફિલ્મમેકર અરબાઝ ખાન ટૂંક સમયમાં બીજી વાર પિતા બનવાના છે. તેમના ઘરે કિલકારીઓ ગુંજવાની છે. અરબાઝ ખાનની પત્ની શૂરા ખાન લગ્નના એક વર્ષ બાદ મા બનવાની છે. સલમાન ખાનની ઈદ પાર્ટીમાં જ્યારે શૂરા ખાન નજરે પડી હતી, ત્યારથી તે પ્રેગ્નેન્ટ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. પણ હવે કપલનો લેટેસ્ટ વીડિયોએ આ અફવાઓની સાચી સાબિત કરી દીધી છે. હાલમાં જ એક વીડિયો સામે આવ્યો છે, જેમાં શૂરાનો બેબી બંપ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે.
હકીકતમાં જોઈએ તો, પિંકવિલાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પેજ પર અરબાઝ ખાનનો એક વીડિયો સામે આવ્યો છે. હકીકતમાં જોઈએ તો, આ વીડિયોમાં બંને મુંબઈની એક વુમન હોસ્પિટલ બહાર દેખાઈ રહ્યા છે. આ વીડિયોમાં અરબાઝ ખાન પત્ની શૂરાનો હાથ પકડેલો છે. શૂરા ધીમે ધીમે ચાલતી દેખાઈ રહી છે. શૂરાએ એક લોંગ વ્હાઇટ શર્ટ પહેર્યો છે. તેમાં બેબી બંપ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. આ વીડિયો પર યૂઝર્સ દાવો કરી રહ્યા છે કે અરબાઝ ફરી વાર પિતા બનવાનો છે.
વાયરલ થઈ રહેલા વીડિયોમાં કપલ ગાડીમાંથી ઉતરીને કલીનિકમાં જતાં દેખાઈ રહ્યા છે. જેવી શૂરાની નજર કેમેરા પર પડી કે તે અરબાઝની પાછળ છુપાઈ ગઈ. અરબાઝે વીડિયોમાં વ્હાઇટ ટીશર્ટ પહેર્યું છે અને તેના હાથમાં અમુક રિપોર્ટ પણ છે