પ્રાદેશિક કમિશનર ભાવનગર ઝોન ધવલ પંડ્યાએ અમરેલી જિલ્લાના અમરેલી, દામનગર, લાઠી અને સાવરકુંડલા નગરપાલિકાઓની મુલાકાત લીધી હતી. અમરેલી શાક માર્કેટમાં પાણી ભરાવા અને સફાઈની સમસ્યા અંગે તપાસ કરી યોગ્ય પગલાં લેવાના નિર્દેશ આપ્યા હતા. દામનગરમાં ડોર ટુ ડોર કચરો ઉઠાવવો અને ઘનકચરા માટે પ્રોસેસિંગ પ્લાન્ટ શરૂ કરવાની સૂચના આપી હતી. લાઠીમાં સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ઓડિટોરિયમ અને કોમ્યુનિટી હોલ અંગે સૂચનાઓ આપી હતી.
સાવરકુંડલામાં રિવરફ્રન્ટ અને ભેસાણ સરોવર પ્રોજેક્ટની મુલાકાત લઈ માર્ગદર્શન આપ્યું હતું. ડબલ સફાઈ, દબાણ દૂર કરવું, રસ્તાઓનું તાત્કાલિક રીપેરીંગ અને જાહેર શૌચાલયોની સફાઈ ઉપર ખાસ ભાર મૂક્યો હતો. પ્રાદેશિક કમિશનરે જાહેર સેવાઓની ગુણવત્તા જાળવી નીતિ નિયમ મુજબ કામગીરી માટે તંત્રને સૂચના આપી હતી.