અમરેલી જિલ્લામાં મકાન ભાડે આપતા મકાનમાલિકોએ પોલીસને જાણ કરવાનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામાનો ભંગ કરીને કેટલાક લોકો મકાન ભાડે આપી રહ્યા છે.
જેને લઈ જિલ્લાભરમાં પોલીસ દ્વારા આવા મકાનમાલિકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. પ્રાપ્ત વિગતો મુજબ, અમરેલી જિલ્લામાં મિલકતો ભાડે આપવા, પરપ્રાંતીય શ્રમિકની નોંધ રાખવા તેમજ સીસીટીવી કેમેરા અંગેનું જાહેરનામું અમલમાં હોવા છતાં અનેક લોકો જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાની અમલવારી નહીં કરી કાયદાનો ભંગ કરતા હોવાથી આવા કિસ્સામાં પોલીસે જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી કરી હતી.