કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ લોકસભામાં ડોકલામનો મુદ્દો ઉઠાવ્યો, ત્યારબાદ કાર્યવાહી સ્થગિત કરી દેવામાં આવી. વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ સંસદ પરિસરમાં મીડિયા સાથે વાત કરતા ખેડૂત, અદાણી અને અપસ્ટીન ફાઇલ્સનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રી મોદી પર ગંભીર આરોપ લગાવ્યા છે.
રાહુલ ગાંધીએ કહ્યું- નરેન્દ્ર મોદી ગભરાયેલા છે. જે ટ્રેડ ડીલ ચાર મહિનાથી અટવાઈ હતી, કંઈ બદલાયું નહીં. તેઓ કોઈ કારણે દબાવમાં છે. જે હું જાણું છું, નરેન્દ્ર મોદી જાણે છે. મોદીજીએ કાલે સાંજે આ ડીલ પર સહી કરી દીધી. તેના પર ભયંકર પ્રેશર છે.
ઈતિહાસમાં પ્રથમવાર એલઓપીને રાષ્ટÙપતિના અભિભાષણ પર બોલવા દેવામાં આવતા નથી. યુએસની સાથે ટ્રેડ ડીલમાં ભારતના ખેડૂતોની મહેનત, લોહી-પરસેવો મોદીજીએ વેચી દીધો છે. તે એટલા માટે વેંચ્યો છે કારણ કે તેમણે સમજુતિ કરી છે.
રાહુલ ગાંધીએ કહ્યું- માત્ર તમે વેચ્યો નથી, દેશને વેચ્યો છે. તેથી મને બોલવા દેવામાં આવ્યો નહીં. મોદી જી ડરેલા છે, કારણ કે જે લોકોએ તેમની ઇમેજ બનાવી હતી હવે તે તૂટવા લાગી છે.
રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદી પર દબાવમાં હોવાનો આરોપ લગાવતા ઘણા મુદ્દાનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું- અદાણી પર અમેરિકામાં એક કેસ છે. તે મોદીના નાણાકીય સ્ટ્રક્ચરને ટાર્ગેટ કરી રહ્યો છે. બીજા એપસ્ટીન ફાઇલ છે. અદાણી પર જે કેસ છે, તે હકીકતમાં મોદીજી પર કેસ છે. નરેન્દ્ર મોદી પર આ બે પ્રેશર પોઈન્ટ્સ છે. રાહુલ ગાંધીએ કહ્યું કે દેશ તે સમજી રહ્યો છે કે પ્રધાનમંત્રીએ સમજુતિ કરી છે.










































