વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૯ સપ્ટેમ્બરે પંજાબના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેશે. પંજાબ ભાજપના પ્રમુખ સુનીલ જાખડે કહ્યું કે પીએમ મોદી પંજાબની વર્તમાન પરિસ્થિતિ અંગે ખૂબ ચિંતિત છે. તેઓ પોતે જમીની સ્તરે પરિસ્થિતિનો તાગ મેળવવા આવી રહ્યા છે, જેથી અસરગ્રસ્ત લોકોને મહત્તમ સહાય પૂરી પાડી શકાય. કેન્દ્રની બે ટીમો પણ ટૂંક સમયમાં સરકારને રિપોર્ટ સુપરત કરવા જઈ રહી છે. તે જ સમયે, પીએમના આ પ્રવાસ પર રાજકારણ પણ શરૂ થઈ ગયું છે.
પંજાબ સરકારે પ્રધાનમંત્રીની પંજાબ મુલાકાત પહેલા પ્રશ્નો ઉઠાવ્યા અને કહ્યું કે જા ઈરાદો સાચો હોય, તો પ્રધાનમંત્રીએ પંજાબ આવતા પહેલા પંજાબના બાકી ૬૦ હજાર કરોડ રૂપિયા જાહેર કરવા જાઈએ. પૂરના નુકસાન માટે ૨૦ હજાર કરોડના વધારાના રાહત પેકેજની જાહેરાત કર્યા પછી જાઓ. પંજાબ સરકારે કહ્યું કે પ્રધાનમંત્રીએ શિવરાજ સિંહ ચૌહાણની જેમ ખાલી હાથે ન આવવું જાઈએ, મદદ કરવા આવવું જાઈએ. સરકારે કહ્યું કે જા કેન્દ્ર તાલિબાનને રાહત પેકેજ મોકલી શકે છે, તો પછી પંજાબ કેમ નહીં.
રાજ્યસભાના સભ્ય સંજય સિંહે કહ્યું કે પંજાબ લગભગ એક મહિનાથી પૂરનો સામનો કરી રહ્યું છે પરંતુ કેન્દ્ર સરકાર હજુ પણ રિપોર્ટની રાહ જાઈ રહી છે. તેમણે આશા વ્યક્ત કરી કે પ્રધાનમંત્રી ૯ સપ્ટેમ્બરે પંજાબની મુલાકાત દરમિયાન પૂરગ્રસ્ત વિસ્તારો માટે મોટા રાહત પેકેજની જાહેરાત કરશે.
સંજય સિંહ અને પંજાબના પંચાયત મંત્રી તરુણપ્રીત સિંહ સૌંદે રવિવારે ફાઝિલકા જિલ્લાના પૂરગ્રસ્ત સરહદી ગામોની મુલાકાત લીધી. બંને નેતાઓએ ગુલાબા ભાઈની ગામમાં લોકોને રાહત સામગ્રીનું વિતરણ કર્યું. સંજય સિંહે કહ્યું કે કેન્દ્રએ પંજાબના આરડીએફ,જીએસટી વગેરેના ૬૦ હજાર કરોડ રૂપિયા પણ જલ્દી રિલીઝ કરવા જાઈએ. મુખ્યમંત્રી ભગવંત માન કેન્દ્ર પાસેથી આ માંગ કરી ચૂક્યા છે. તેમણે કહ્યું કે અગાઉ કેન્દ્રીય કૃષિ મંત્રી પણ મુલાકાતે આવ્યા હતા, પરંતુ અત્યાર સુધી કેન્દ્ર દ્વારા કોઈ રાહત મોકલવામાં આવી નથી. પંચાયત મંત્રી તરુણપ્રીત સિંહ સૌંદે કહ્યું કે જિલ્લામાં રાહત કાર્ય પૂરજાશમાં ચાલી રહ્યું છે.