ભાવનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને લઈ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ૨૦ સપ્ટેમ્બરનાં રોજ વડાપ્રધાન મોદી ભાવનગરની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે તંત્ર દ્વારા બિસ્માર રોડ-રસ્તાનું સમારકામ, સાફ-સફાઈ, હોડિંગ્સ, જાહેર સભા માટે સ્ટેજ સહિતની તૈયારી પૂરજાશમાં ચાલી રહી છે. પીએમ મોદીનાં આગમનને લઈ સુરક્ષા વ્યવસ્થાનાં પણ ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવી રહ્યા છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨૦ સપ્ટેમ્બરનાં રોજ ભાવનગરની મુલાકાતે આવી રહ્યા છે. પીએમ મોદી આ મુલાકાત દરમિયાન ભાવનગર સહિત રાજ્યમાં વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. સાથે જ જીએમબી સાથે વિવિધ કાર્યો અંગે એમઓયુ પણ કરાશે. વડાપ્રધાનના કાર્યક્રમને લઇ તંત્ર દ્વારા તમામ તૈયારીઓનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. બિસ્માર રોડ-રસ્તાનું રિપેરિંગ કામ ઝડપી ગતિ ચાલી રહ્યું છે. સાથે જ પીએમ મોદીનાં ભવ્ય રોડ-શો રૂટ પર સાફ-સફાઈ અભિયાન પણ આરંભી દેવાયું છે.ઉપરાંત, પીએમ મોદીનાં આગમનને લઈ તેમને આવકારતા શહેરભરમાં વિવિધ સ્થળે મોટા હો‹ડગ્સ પણ લગાવવામાં આવી રહ્યા છે. પીએમ મોદીની જાહેરસભા માટે ભવ્ય મંચ પણ બનાવવામાં આવી રહ્યો છે. માહિતી અનુસાર, ભાવનગર એરપોર્ટથી સુભાસનગર જતા માર્ગ પર ડામર પાથરવામાં આવ્યું છે. સાથે જ રોડની બાજુમાં ઊગેલા ઝાડી-ઝાંખરાને પણ જેસીબીની મદદથી હટાવવામાં આવી છે. પીએમ મોદીની મુલાકાતને લઈ શહેરમાં ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત કરવામાં આવી રહ્યા છે. પીએમ મોદીના આગમનને લઈ ભાવનગરવાસીઓમાં અનેરો ઉત્સાહ જાવા મળી રહ્યો છે.