પાંચતલાવડા સેવા સહકારી મંડળીની વાર્ષિક સાધારણ સભા શનિવારે સાંજે સુરેશભાઈ ખુમાણના પ્રમુખસ્થાને મળી હતી. જેમાં વાર્ષિક હિસાબો રજૂ કરવામાં આવ્યા હતા. મંડળીના ૧૬ લાખ કરતાં વધુ નફામાંથી સભાસદોને ૧૨ ટકા ડિવિડન્ડ અને ભેટ આપવાનું નક્કી કરાયું હતું. સભામાં બેન્કના સિનિયર ઓફિસર મનીષ ધાનાણી, લીલીયા શાખાના બ્રાન્ચ મેનેજર, સ્થાનિક શાખાના સુપરવાઈઝર, કલ્યાણપરના સરપંચ, ગુંદરણ અને ઢાંગલા મંડળીના મંત્રી પ્રદિપ ધાનાણી તથા મંડળી સાથે જોડાયેલ ગામોના સભાસદો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ખારા મંડળીની સાધારણ સભા પૂજાભાઇ ગરણિયાના અધ્યક્ષ સ્થાને મળેલ જેમાં મંત્રી જયદીપભાઇએ વાર્ષિક હિસાબો અને પ્રગતિ અહેવાલ રજૂ કર્યો હતો. નફામાંથી સભાસદોને ૧૦ ટકા ડિવિડન્ડની જાહેરાત કરાઇ હતી.