શુક્રવારે, અઠવાડિયાના છેલ્લા ટ્રેડિંગ દિવસે, ભારતીય રૂપિયો યુએસ ડોલર સામે શરૂઆતના ટ્રેડિંગમાં તેના અત્યાર સુધીના સૌથી નીચા સ્તરે પહોંચ્યો. વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલના ભાવમાં સતત મજબૂતી અને પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવને કારણે રૂપિયો દબાણ હેઠળ આવ્યો છે.
આંતરબેંક વિદેશી વિનિમય બજારમાં રૂપિયો ૯૨.૩૩ પ્રતિ ડોલર પર ખુલ્યો અને ટૂંક સમયમાં જ ૯૨.૩૭ પ્રતિ ડોલરના રેકોર્ડ ઇન્ટ્રા-ડે નીચા સ્તરે સરકી ગયો. આ તેના પાછલા બંધ કરતા ૧૨ પૈસાનો ઘટાડો દર્શાવે છે. ગુરુવારે, રૂપિયો ૯૨.૩૬ ના નવા ઇન્ટ્રા-ડે નીચા સ્તરે પહોંચ્યો અને ૨૪ પૈસા ઘટીને યુએસ ડોલર સામે ૯૨.૨૫ ના તેના સૌથી નીચા સ્તરે બંધ થયો.
ફોરેક્સ વેપારીઓના મતે, મજબૂત વૈશ્વિક યુએસ ડોલર, વિદેશી સંસ્થાકીય રોકાણકારો દ્વારા ભારે વેચાણ અને નબળા સ્થાનિક શેરબજારોએ પણ રૂપિયા પર વધારાનું દબાણ મૂક્યું .
ફિનરેક્સ ટ્રેઝરી એડવાઇઝર્સ એલએલપીના ટ્રેઝરી હેડ અને એÂક્ઝક્્યુટિવ ડિરેક્ટર અનિલ કુમાર ભણસાલીએ જણાવ્યું હતું કે ઈરાન દ્વારા કટોકટીનો ઉકેલ ન આવે ત્યાં સુધી સ્ટ્રેટ ઓફ હોર્મુઝને કાયમી ધોરણે બંધ કરવાની જાહેરાત કર્યા પછી તેલના ભાવમાં વધારો થયો છે. ડોલર ઇન્ડેક્સમાં પણ વધારો થયો છે, જ્યારે યુરોપિયન અને એશિયન ચલણો ડોલર સામે ઘટ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે રૂપિયો નબળો રહે છે અને આરબીઆઈની ગેરહાજરીમાં ૯૩.૦૦ સુધી પહોંચી શકે છે. દરમિયાન, ગુરુવારે જાહેર કરાયેલા સરકારી આંકડા અનુસાર, ફેબ્રુઆરીમાં છૂટક ફુગાવો વધીને ૩.૨૧ ટકા થયો, જે અગાઉના મહિનામાં ૨.૭૪ ટકા હતો. આ મુખ્યત્વે ખાદ્યપદાર્થોના ભાવમાં વધારો થવાને કારણે હતું.







































