સુપ્રીમ કોર્ટે ૨૦૦૨ ના નીતિશ કટારા હત્યા કેસમાં ૨૫ વર્ષની જેલની સજા ભોગવી રહેલા વિકાસ યાદવના વચગાળાના જામીનનો સમયગાળો એક અઠવાડિયા માટે લંબાવ્યો છે. આજીવન કેદની સજા ભોગવી રહેલા વિકાસ યાદવ ૫ સપ્ટેમ્બરે લગ્ન કરવા જઈ રહ્યા છે. આવી સ્થિતિમાં, સુપ્રીમ કોર્ટે યાદવના વચગાળાના જામીન એક અઠવાડિયા માટે લંબાવ્યા છે. તેમણે ૫ સપ્ટેમ્બરે લગ્ન કરવા માટે રાહત માંગી હતી. બીજી તરફ, નીતિશ કટારાની માતા નીલમ કટારાના વકીલે કોર્ટમાં દાવો કર્યો હતો કે વિકાસ યાદવે જુલાઈમાં જ લગ્ન કર્યા હતા. જોકે, વિકાસ યાદવના વકીલે સ્પષ્ટતા કરી હતી કે, “તે ફક્ત સગાઈનો મામલો હતો.” તમને જણાવી દઈએ કે અગાઉ વિકાસ યાદવે તેની માતાની સંભાળ રાખવાની જરૂરિયાતને ટાંકીને વચગાળાના જામીન લીધા હતા.
વિકાસ યાદવ ઉત્તર પ્રદેશના નેતા ડી. પી. યાદવનો પુત્ર છે. વિકાસ યાદવના પિતરાઈ ભાઈ વિશાલ યાદવને પણ કટારાના અપહરણ અને હત્યા માટે સજા ફટકારવામાં આવી હતી. વિકાસ યાદવ અને વિશાલ યાદવ કટારાના બહેન ભારતી યાદવ સાથેના કથિત સંબંધોના વિરોધમાં હતા. વાસ્તવમાં ૧૯૯૮માં નીતિશ કટારાએ ગાઝિયાબાદની એક કોલેજમાં સ્મ્છ માટે પ્રવેશ લીધો હતો. આ કોલેજમાં તેની ભારતી નામની છોકરી સાથે મિત્રતા થઈ હતી. ભારતી ડીપી યાદવની પુત્રી હતી અને ખૂબ જ સમૃદ્ધ પરિવારમાંથી આવતી હતી. કોલેજના દિવસોમાં બંને સારા મિત્રો હતા અને પછી આ મિત્રતા પ્રેમમાં ફેરવાઈ ગઈ. બંને એકબીજા સાથે લગ્ન કરવાનું વિચારી રહ્યા હતા. જોકે, ભારતીના ભાઈ વિકાસ અને પિતરાઈ ભાઈ વિશાલને આ સંબંધ પસંદ નહોતો.
નીતિશ ૧૬ ફેબ્રુઆરી ૨૦૦૨ના રોજ ભારતીના મિત્રના લગ્નમાં પણ હાજર રહ્યા હતા. પરંતુ રાત્રે લગભગ ૧૨ વાગ્યા પછી નીતિશ ગાયબ થઈ ગયા. તેમને છેલ્લે વિકાસ યાદવ અને વિશાલ યાદવ સાથે જોવા મળ્યા હતા. તેમનો સળગેલો મૃતદેહ મળી આવ્યો હતો.
સુનાવણી શરૂ થતાં જ જસ્ટીસ એન. કોટિશ્વર સિંહે કેસની સુનાવણીમાંથી પોતાને અલગ કરી દીધા. ન્યાયાધીશ સુંદરેશે પક્ષકારો તરફથી હાજર રહેલા વકીલોને માહિતી આપી હતી કે મુખ્ય ન્યાયાધીશ બી.આર. ગવઈનો આદેશ મળ્યા બાદ, એક અલગ બેન્ચ કેસની સુનાવણી કરશે. ન્યાયાધીશ સિંહે કેસમાંથી પોતાને અલગ કર્યા પછી, યાદવ તરફથી હાજર રહેલા વકીલે વચગાળાના જામીન લંબાવવાની વિનંતી કરી, અને કહ્યું કે તેમના અસીલના લગ્નની તારીખ નક્કી છે.
યાદવ (૫૪) ૨૩ વર્ષથી વધુ સમય જેલમાં વિતાવી ચૂક્્યા છે. તેમણે વચગાળાના જામીન માટે વિનંતી કરી હતી કારણ કે તેમના લગ્ન ૫ સપ્ટેમ્બરના રોજ નક્કી છે અને તેમણે સજા સંભળાવતી વખતે તેમના પર લાદવામાં આવેલા ૫૪ લાખ રૂપિયાના દંડની વ્યવસ્થા કરવી પડશે.