અમરેલી જિલ્લા પંચાયતના મહિલા સદસ્યા નીતાબેન અરવિંદભાઈ ચાવડાએ સરકારમાં રજૂઆત કરી છે કે અમરેલી જિલ્લાના ખેડૂત ખાતેદારોને હાલ સરકાર દ્વારા પાક રક્ષણ હેતુ માટે ખેતરની ફરતે તાર ફેન્સીંગ બનાવવાની સહાય આપવામાં આવેલ છે. મંજૂરી મળ્યા બાદ તાર ફેન્સીંગની કામગીરી ૩૦ દિવસમાં પૂર્ણ કરવાની જરૂરી સૂચના સરકાર તરફથી મળેલ છે પરંતુ હાલ વાવણીની સિઝન હોય ખેતમજૂરો વાવણીમાં રોકાયેલા હોય જેથી જરૂરી સમય મર્યાદામાં તાર ફેન્સીંગ થઈ શકે તેમ ન હોવાથી તાર ફેન્સીંગની સમય મર્યાદામાં વધારો કરવા જિલ્લા પંચાયતના સદસ્યાએ અંતમાં જણાવ્યું હતું.