અમરેલી જિલ્લાના નાની કુંકાવાવ ગામના પનોતા પુત્ર અને ભારતીય સેનાના જવાન જયેશ જયસુખભાઈ જેઠવા તાલીમ પૂર્ણ કરી પ્રથમ વખત વતન પધારતા સમગ્ર ગામ હિલોળે ચડ્યું હતું. સતત આઠ પ્રયત્નો બાદ સેનામાં પસંદગી પામેલા જયેશભાઈએ મહારાષ્ટ્રના લાતુરમાં કઠોર તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. હાલ મણિપુરમાં ફરજ બજાવતા આ જવાનનું ગ્રામજનો દ્વારા ડીજે અને દેશભક્તિના ગીતો સાથે ભવ્ય સામૈયું કરવામાં આવ્યું હતું. પટેલ વાડી ખાતે યોજાયેલા સન્માન સમારોહમાં ગામનું ગૌરવ અને પૂર્વ લાયન્સ ડિસ્ટ્રીકટ ગવર્નર વસંતભાઈ મોવલીયા, વર્ષીલભાઈ મોવલીયા તથા જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખના પ્રતિનિધિ જલ્પેશભાઈ મોવલીયા, સરપંચ જયસુખભાઈ, પૂર્વ સરપંચ બાવચંદભાઈ, મનસુખભાઇ, સન્માન સમિતિ બેચરભાઈ વેકારીયા, શાંતિભાઈ ઢોલરીયા, જગદીશ કડેવાળ, જીતુભાઇ ઢોલરીયા, આચાર્ય શ્રીપાલભાઈ, પ્રા. શાળા પરિવાર, પૂર્વ આચાર્ય જયદીપભાઈ પટેલ વતી પ્રવીણભાઈ રાણપરિયા, ગુરુ શીલાબેન વતી ઉદયભાઈ દેસાઈ તથા રમેશભાઈ, વિગેરે પ્રતિનિધિઓ અને સમગ્ર જેઠવા પરિવાર અને સગા સ્નેહીઓ અને પિતા જયસુખભાઈ તથા મોટાભાઈ હસમુખભાઈ વિગેરેએ પણ અભિવાદન કર્યું હતું. ભાવુક ક્ષણોમાં ફૌજીએ પોતાના પિતા અને મોટાભાઈને સેલ્યુટ કરી કેપ પહેરાવી સન્માન કર્યું હતું, તેમજ સ્વર્ગસ્થ માતાની તસ્વીરને વંદન કર્યા હતા. શાળા પરિવાર અને સન્માન સમિતિ દ્વારા આયોજિત આ કાર્યક્રમનું સંચાલન ઉદયભાઈ દેસાઈએ કર્યું હતું. આ પ્રસંગે સમગ્ર જેઠવા પરિવાર અને ગ્રામજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.









































