શેડુભારના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળના નાના માચિયાળા ગામમાં આયુર્વેદ /એન.સી.ડી તેમજ સર્વ રોગ નિદાન કેમ્પનું શનિવારે આયોજન કરવામાં આવેલ. જે અંતર્ગત તાલુકા હેલ્થ ઓફિસર ડો.આર.કે. જાટ તથા પ્રા.આ.કેન્દ્રના મેડિકલ ઓફિસર અવની વ્યાસ, ડા. બોરીચાના પ્રયત્નથી ગુજરાત સરકાર દ્વારા આ કેમ્પ યોજાયો હતો. જેમાં જિલ્લા આયુર્વેદ અધિકારીના માર્ગદર્શન અનુસાર ડા ઓ.જી. યાદવ, ડા. દીપક કે. ચાવડા અને ડા.હેતલબેન નકુમએ સેવા આપી હતી અને દર્દીઓએ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો.