સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે માહિતીને આધારે નવસારી-પલસાણા તરફના નેશનલ હાઈવે પરથી ત્રણ શખ્સોની ધરપકડ કરી હતી. તેમની પાસેથી પોલીસે એલએસડી ડ્રગ્સની સ્ટ્રીપો તથા ગાજા મળીને કુલ રૂ. ૧,૯૭,૮૪૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ દરમિયાન સ્ટેટ મોનીટરીંગ સેલના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ચંદ્રશેખર પવારની ટીમને અંગત તથા વિશ્વસનીય બાતમીદાર પાસેથી માહિતી મળી હતી કે તા. ૧૨/૦૧/૨૦૨૬ ના રોજ જેનિશ પટેલ નામનો ઇસમ નવસારીથી પલસાણા તરફ જતા નેશનલ હાઈવે નં. ૪૮ ઉપર આવેલા વેસ્મા ઓવરબ્રિજ પાસેના ખેતલા આપા ટી-સ્ટોલ ખાતે પ્રતિબંધિત માદક પદાર્થ એલએસડી ડ્રગ્સની કેટલીક
આભાર – નિહારીકા રવિયા સ્ટ્રીપો આપવાના ઇરાદે આવનાર છે. બાતમી મુજબ આરોપી જીજે-૨૧-એન ૮૨૮૧ નંબરની હોન્ડા કંપનીની બ્લુ-સિલ્વર કલરની પેશન પ્લસ મોટરસાયકલનો ઉપયોગ કરતો હતો.
આ માહિતીના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી પોલીસ ટીમે પંચો સાથે રેડ કરી. જેમાં આરોપી (૧) જેનિશ મુકેશભાઈ પટેલ, રહેવાસી ગામ સરાવ, મીઠા ફળીયા, તાલુકો જલાલપોર, જિલ્લો નવસારી તથા અન્ય બે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા.
પોલીસે તેમની પાસેથી કોમર્શિયલ જથ્થામાં એલએસડી પેપરના ૪૪ ટુકડા (વજન ૨ ગ્રામ ૩૦ મિલિગ્રામ), કિંમત રૂ. ૧,૩૨,૦૦૦
ગાંજાનો જથ્થો ૩૩.૮ ગ્રામ, કિંમત રૂ. ૧,૬૯૦/- આમ પોલીસે કુલ રૂ. ૧,૯૭,૮૪૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
આ ઉપરાંત ગાંજાનો જથ્થો પૂરું પાડનાર વોન્ટેડ આરોપી વસુદેવ ઈશ્વર પાટીલ, રહેવાસી વિઠ્ઠલ મંદિર સામે, વિજલપોર, તાલુકો જલાલપોર, જિલ્લો નવસારીને પણ આરોપી બનાવવામાં આવ્યો છે. આમ કુલ ચાર આરોપીઓ વિરુદ્ધ સ્ટેટ મોનીટરીંગ સેલ પોલીસ સ્ટેશન, ગાંધીનગર ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે.
આ કેસમાં નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સિસ એક્ટ-૧૯૮૫ ની કલમ ૮, ૨૦, ૨૨, ૨૯ તથા ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૨૨૩ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
ગુજરાત રાજ્યના પોલીસ મહાનિદેશક ડા. કે.એલ.એન. રાવ તથા સ્ટેટ મોનીટરીંગ સેલના અતિરિક્ત પોલીસ મહાનિરીક્ષક નિબલિપ્ત રાયના માર્ગદર્શન અને સીધી દેખરેખ હેઠળ, તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ ડ્રગ્સ ગાંજાની હેરાફેરી પર કડક નજર રાખવા સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમોને કામગીરી સોંપવામાં આવી હતી.જેને આધારે આ કામગીરી હાથ ધરવામાંઆવી હતી.ઉપરોક્ત ગુનાની ઊંડાણપૂર્વક તપાસ સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા ચાલુ રાખવામાં આવી છે.







































