ધોરાજીના ઉપલેટા રોડ ખાતે આવેલ યુનિયન સ્પોટ્‌ર્સ કલબ ખાતે ૨૬ જાન્યુઆરી રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે યુનિયન સ્પોટ્‌સ કલબના સેક્રેટરી રણજીતસિંહ જાડેજા, ઉપપ્રમુખ પ્રદીપભાઈ વોરા, ખજાનચી જગદીશભાઈ ગામોટ તેમજ ધોરાજી શાળા નંબર ૧૧ના પ્રિન્સિપાલ હરેશભાઈ ઠુંમર, નીપાબેન મારડિયા કાંદીયાની, ફિઝાબેન સોનલબેન વઘાસિયા, દિપકભાઈ જોગીયા, કાજલબેન વેકરીયા, રમેશભાઈ રોકડ, રેનિશભાઈ તેમજ ૧૨૫ જેટલા વિદ્યાર્થીઓ દ્વારા રાષ્ટ્રીય પર્વ ૨૬ જાન્યુઆરીની ધ્વજવંદન સાથે ઉજવણી કરવામાં આવી હતી.