અમરેલી જિલ્લામાં ધીમી ગતિએ કોરોના આગળ વધી રહ્યો છે. અમરેલી જિલ્લામાં અત્યાર સુધીમાં ત્રણ કોરોના કેસ નોંધાઈ ચુક્યા છે. જો કે તમામ દર્દીઓને હોમ આઈસોલેટ કરવામાં આવ્યા છે. રાજુલા, સાવરકુંડલા બાદ હવે બગસરામાં પણ કોરોનાની એન્ટ્રી થઈ છે. જેમાં એક મહિલાનો રીપોર્ટર્ પોઝિટીવ આવ્યો છે. તમામ દર્દીઓને હોમ આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે. હજુ કોઈ દર્દી કોરોનામુક્ત થયા નથી. બગસરામાં કુંકાવાવ રોડ પર રહેતી ૪૭ વર્ષીય મહિલા કોરોના પોઝિટીવ આવતા ફફડાટ ફેલાયો છે.